RAJBHA GADHVI AGE, BIOGRAPHY
રાજભા ગઢવી – રાજો ચારણ
હાલ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સહિત ગુજરાતભરમાં રાજભા ગઢવી એક જાણીતા લોકસાહિત્યકાર તરીકે ઉભરી આવ્યા છે.યુવાન ઉંમરમાં તેમનો બુલંદકંઠ અને બોલવાની છટાથી આજે તેમના હજારો પ્રશંસકો છે.ગીરના લીલાપાણી નેસમાંથી આવનાર રાજભા ગઢવી ભણેલા નથી.એ છતાં પણ કોઇ પ્રખર લોકસાહિત્યકારને શોભે તેવી તેમની બોલી અને ગાયનશૈલીએ ગુજરાતમાં ઘણી જ ખ્યાતિ મેળવી છે.અભણ હોવા છતાં તેમણે ઘણા ગીતોની પણ રચના કરી છે.ચારણ કુટુંબમાંથી આવતા રાજભા ગઢવીના લોકડાયરામાં જનમેદની પણ ખાસ્સી જોવા મળે છે.
બુલંદ ગાયકી અને દેશદાઝની વાતો –
રાજભા ગઢવીનો જન્મ તુલસીશ્યામ નજીક આવેલ બાણેજ પાસેના લીલાપાણી નેસમાં થયેલો.રાજભા ગઢવી પાસે કોઇ શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન નથી પણ તે સૌરાષ્ટ્રની લોકશૈલી અને લોકબોલીના ગીતો,છંદ,સપારખાં પ્રભાવી રીતે ગાઇ શકે છે.લોકસાહિત્ય એ સામાન્ય જનતાના દિલને સ્પર્શ કરતું સાહિત્ય છે.રાજભા આવા ગીતો ગાય ત્યારે લોકોની પુષ્કળ વાહવાહી મેળવી શકે છે.
લોકડાયરામાં તેમની વાતો દેશદાઝની લાગણીયુક્ત હોય છે.ધર્મ,સંસ્કારિતા અને લોકસંસ્કૃતિની વાતો તેમની પહેલી પસંદ છે.હાલાજી અને પટ્ટી ઘોડી,મેરામણજી જાડેજા અને ચારણનો પ્રસંગ,રામવાળા માટે ગીગા બારોટે લખેલ સપારખું જેવી તેમની વીરરસ ભરેલી વાતો આજે ખાસ્સી પ્રસિધ્ધ છે.તેમને કોઇ વ્યસન નથી અને બુલંદ રીતે ગાવાની કળા તેમની આગવી શૈલી છે.
ગીરના જંગલોમાં ચારે છે ભેંસો –
મુળે ગીરની મધ્યે આવેલ લીલાપાણી નેસમાંથી આવતા રાજભા ગામડાની પ્રકૃતિમાં રહેનાર છે.નાનપણથી પશુપાલનનો વ્યવસાય હોવાથી તેઓ વગડામાં ભેંસો ચારવા જતાં.હજી પણ તેઓ ઘરે હોય છે ત્યારે ગીરના જંગલોમાં ભેંસો ચારવાને નીકળી પડે છે.પ્રકૃતિ માટેનો તેમનો પ્રેમ તે ઘણીવાર વ્યક્ત કરે છે.
નાનપણમાં ગીરમાં ભેંસ ચરાવવાની સાથે રેડિયો પર ભજન સાંભળતા રાજભા આજે ગુજરાત સહિત આફ્રિકામાં પણ પોતોની સૂરાવલી રેલાવી ચૂક્યા છે. આજે પ્રખ્યાત લોક સાહિત્યકાર અને કવિ હોવા છતા સામાન્ય અને ગામઠી જીવનશૈલીમાં માને છે
ભણેલ ના હોવા છતાં તેમના રચેલા કાવ્યો પૂજ્ય મોરારીબાપુને પણ પ્રશંસા કરવા પ્રેરે તેવા છે.
“સાયબો રે ગોવાળીયો”ગીતની કરી છે રચના –
યુવાન વયના રાજભા ગઢવીએ પ્રકૃતિને સંબોધીને કૃષ્ણ-રાધાના પ્રેમનું ગીત “સાયબો ગોવાળીયો”ની રચના ૨૦૦૩માં કરેલી.તેમના આ લોકશૈલીના ગીતે એટલી હદે ખ્યાતિ મેળવી છે કે આજે ઘણાં લોકો તેને લોકગીત ધારી બેઠા છે…!અનેક ગુજરાતી ગાયકોએ આ ગીત ગાયેલું છે અને શ્રોતાઓ દ્વારા પણ ઘણીવાર આ ગીત રજૂ કરવાની માંગણી થતી હોય છે.કિર્તીદાન ગઢવી જેવા ખ્યાતનામ ગુજરાતી ગાયકોને પણ આ ગીતે ખાસ્સી પ્રસિધ્ધી અપાવી છે.
રાજભા ગઢવીએ આ ગીત ઉપરાંત પણ બીજા ઘણાં ગીતો લખ્યાં છે.જેમાં મરજીવા પાઘડીવાળા,સમરાટ ભાગ્યો શ્વાનથી,દેવાયત બોદરને સપને આવી એની રાજપૂતાણી બેન જેવાં ગીતો લોકડાયરાઓમાં લોકપ્રિય છે.તેમણે લખેલા દુહા, છંદ, ગીતો વગેરે “ગીરની ગંગોત્રી”નામના પુસ્તકમાં સંગ્રહિત છે,
કિર્તીદાન ગઢવી રાજભાને ક્યારેક “રાજો ચારણ”ના હુલામણા નામથી સંબોધે છે.રાજભા ગઢવીની એક ઔર ઓળખ એમના મહારાણા પ્રતાપ અને ચેતક અશ્વ પ્રત્યેની અદ્ભુત વાતોની પણ છે.રાજભાએ ૨૦૦૧માં પોતાના સમાજના એક કાર્યક્રમમાંથી ગાવાની શરૂઆત કરેલી.કહેવાય છે કે,મુખ્ય કલાકાર થોડા મોડા આવવાથી રાજભાને દુહા,છંદ બોલવાનો મોકો મળેલો.લોકોને તેમની ગાયકી પસંદ પડેલી અને બસ ત્યારથી રાજભાએ કદી પાછું વળીને જોયું નથી.આજે તેઓ ખ્યાતનામ લોકસાહિત્યકાર તરીકેની નામના ધરાવે છે.
રા’નવઘણની વાત કરે છે ઘણીવાર –
રાજભા ગઢવી પોતાના કાર્યક્રમોમાં અચુકપણે જુનાગઢના રા’વંશી રાજા નવઘણની અને તેમના પાલક દેવાયત બોદર અને તેમના ધર્મપત્ની, ઉગો, જાહલ, વાલબાઇ, ભીમડા રખેહરની વાત કરે છે.તેમની ઉપર તેમણે લોકબોલીના ગીતોની પણ રચના કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,જુનાગઢ પર અણહિલપુરના દુર્લભસેન સોલંકીએ કરેલા આક્રમણમાં ગુજરાત અને સોરઠની સેના વચ્ચે ઉપરકોટમાં યુધ્ધ થયું એમાં જુનાગઢની સેનાની હાર થયેલી.એ પછી સોલંકીઓની નજરમાંથી બાળક રા’નવઘણને બચાવીને આલીદર-બોડીદર ગામના આહિર દેવાયત બોદર અને તેમના ધર્મપત્નીએ બાળક રા’નવઘણને પોતાના પુત્રનું બલિદાન આપીને સાચવ્યો હતો.
રાજભા ગઢવીને આજે ઘણા લોકો ઇસરદાન ગઢવી જેવા પ્રખર લોકસાહિત્યકારની લોક પુરી કરનાર તરીકે પણ જુએ છે.તેમની ઉમદા વાતો અને પહાડી કંઠની ગાયન શૈલી પર લોકો આફરીન પોકારી ઉઠે છે.
સાયબો રે ગોવાળીયો
સાયબો રે ગોવાળીયો રે,મારો સાયબો રે ગોવાળીયો;
હું ગોવાલણ ગીરની રે, મારી શ્યામ-રાધાની જોડલી.
હું ગોવાલણ ગીરની રે, મારી શ્યામ-રાધાની જોડલી.
સાયબો શિતળ ચાંદલો રે, મારો સાયબો શિતળ ચાંદલો;
હું ચકોરી વનરાવનની, મારા વાલીડા સાથે રમતી.
હું ચકોરી વનરાવનની, મારા વાલીડા સાથે રમતી.
સાયબા ઘેરો ઘુંઘટો રે, મારો સાયબા ઘેરો ઘુંઘટો;
હું મૂંગી મર્યાદ, વાલીડાની સોડમાં હું તો શોભતી.
હું મૂંગી મર્યાદ, વાલીડાની સોડમાં હું તો શોભતી.
સાયબો મીઠો મેહુલો રે, મારો સાયબો મીઠો મેહુલો;
હું અષાઢી વીજળી, મારા સાયબા સાથે રમતી.
હું અષાઢી વીજળી, મારા સાયબા સાથે રમતી.
સાયબો લીલો વડલો રે, મારો સાયબો લીલો વડલો;
હું શીરોડી છાંયડી,બેય નો આતમ-રાજા એક છે.
હું શીરોડી છાંયડી,બેય નો આતમ-રાજા એક છે.
સાયબો ડુંગર ગીરનો રે,મારો સાયબો ડુંગર ગીરનો;
હું ડુગરળાની રીંછડી રે,મારી શ્યામ-રાધાની જોડલી.
હું ડુગરળાની રીંછડી રે,મારી શ્યામ-રાધાની જોડલી.
– કવિ શ્રી રાજભા ગઢવી
સાયબો છે ગોવાળિયો રે મારો સાયબો છે ગોવાળિયો,
હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી…
હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી…
સાયબો ડુંગર ગીરનો રે મારો સાયબો ડુંગર ગીરનો,
હું ડુંગરડાની રીંછડી રે મારા વાલમ સાથે રમતી…
હું ડુંગરડાની રીંછડી રે મારા વાલમ સાથે રમતી…
સાયબો શીતળ ચાંદલો રે મારો સાયબો શીતળ ચાંદલો,
હું ચકોરી વનરાની નિરખું વાલીડાને નયનથી…
હું ચકોરી વનરાની નિરખું વાલીડાને નયનથી…
સાયબો અષાઢી મેહુલો રે મારો સાયબો અષાઢી મેહુલો,
હું વાદળ કેરી વીજળી રે માર વાલમ સાથે દીપતી…
હું વાદળ કેરી વીજળી રે માર વાલમ સાથે દીપતી…
સાયબો ઘેરો ઘુંઘટો રે મારો સાયબો ઘેરો ઘુંઘટો,
હું મોંઘી મરજાદ વાલીડાના સંગમાં હું તો શોભતી…
હું મોંઘી મરજાદ વાલીડાના સંગમાં હું તો શોભતી…
સાયબો લીલો વડલો રે મારો સાયબો લીલો વડલો,
હું શીળુડી છાંયડી રે મારો આતમ રાજા એક છે…
હું શીળુડી છાંયડી રે મારો આતમ રાજા એક છે…
સાયબો છે ગોવાળિયો રે મારો સાયબો છે ગોવાળિયો,
હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી…
હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી…
Nice profile..
ReplyDeleteI m big friend of rajbha gadhvi jai murlidhar jai mataji...
ReplyDeleteવયે ફરકે મુછડિયું અને રિયન ઝબૂકે દંત જોય લો પટોળાવાળીયું આતો લોબડિયાળી નું કંઠ...
ReplyDeleteડાલામથ્થો અને દશ હથ્થો મોઢે જબરી મૂછા પોણા બે હાથ ની પૂછા એતો વકરેલો વન નો રાજા
ReplyDeleteસરફરોશીકી તમન્ના અબ હમારે દિલો મેં હૈ દેખના હૈ જોર કિતના બાજુ એ કાતિલ મેં હૈ... ભગતસિંહ
ReplyDeleteહમારે સીને મેં જો જખમ હૈ વો તો ફૂલ કે ગુચ્છે હૈ હમે પાગલ રેહને દો હમ પાગલ હી અચ્છે હૈ.... વીર મર્દ ભગતસિંહ
ReplyDeletejor dar chhe bhai rajbha gadhvi dayro
ReplyDelete100% Working Download Links
ReplyDeleteGujjuBhai Most Wanted 2018 Full Gujarati Movie Download HDRip 480p
GujjuBhai Most Wanted 2018 Full Gujarati Movie Download HDRip 720p